દેશની દરિયાઈ સરહદોને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા ‘વંદે માતરમ્ કોસ્ટલ સાયકલોથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલોથોન 28 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે.


દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સ, હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જનજાગૃતિ ફેલાવાશે

સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ હેઠળ આયોજિત આ સાયકલોથોનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સ, હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જનજાગૃતિ ફેલાવવાનો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સમુદાયોને સુરક્ષાની મહત્વતા અંગે માહિતગાર કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

અભિયાનમાં CISFના 130 જવાનો ભાગ લેશે

આ અભિયાનમાં CISFના 130 જવાનો ભાગ લેશે, જે 25 દિવસમાં કુલ 6,553 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા પૂર્ણ કરશે.

પૂર્વ અને પશ્ચિમ કિનારેથી બે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી

સાયકલોથોન માટે પૂર્વ અને પશ્ચિમ કિનારેથી બે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જે બંને 28 જાન્યુઆરીના રોજ પોતપોતાના માર્ગે પ્રસ્થાન કરશે.

 ગામોમાં રોકાઈ સ્થાનિક નાગરિકો, માછીમાર સમુદાય તથા યુવાનો સાથે સંવાદ સાધશે

સાયકલોથોન દરમ્યાન CISFના જવાનો દરિયાકાંઠાના વિવિધ શહેરો અને ગામોમાં રોકાઈ સ્થાનિક નાગરિકો, માછીમાર સમુદાય તથા યુવાનો સાથે સંવાદ સાધશે. તેઓ દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સલામતી અને નશાખોરીના ખતરાઓ અંગે લોકોને જાગૃત કરશે.

22 ફેબ્રુઆરીએ કોચી પોર્ટ, કેરળ ખાતે આ ઐતિહાસિક યાત્રાનું સમાપન

બંને ટીમો અંતે 22 ફેબ્રુઆરીએ કોચી પોર્ટ, કેરળ ખાતે પહોંચીને આ ઐતિહાસિક યાત્રાનું સમાપન કરશે. CISFનું માનવું છે કે આવા જનજાગૃતિ અભિયાનો દ્વારા દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે અને દેશને નશામુક્ત તથા સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

રાષ્ટ્રહિતમાં જનભાગીદારીને પણ નવી દિશા આપશે

આ સાયકલોથોન દેશભરમાં દરિયાઈ સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતા વધારવા સાથે રાષ્ટ્રહિતમાં જનભાગીદારીને પણ નવી દિશા આપશે.


આ પણ વાંચો----   Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

  • Follow us on: