ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીનો વિવાદ વકરતાં ગઈકાલે મતગણતરી અટકી પડી હતી. ઉગ્ર વિવાદ બાદ આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ વકિલોએ મતદાન કર્યું હતું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેના અટલ કલામ ખાતે મતગણતરી બાદ વિવાદ સર્જાયો હતો.


ઉમેદવારોને શિસ્ત જાળવવા પણ અપીલ

ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી યોજાઈ રહી છે. આગામી પાંચ વર્ષ માટે આજે નવા પ્રતિનિધિઓની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતાં. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. પાંચ દિવસથી વધુ સમય સુધી આ મતગણતરી ચાલી શકે છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ઉમેદવારોને શિસ્ત જાળવવા પણ અપીલ કરી હતી.

મતગણતરીના વિવાદનો આખરે અંત આવ્યો

ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મતગણતરીના વિવાદનો આખરે અંત આવ્યો હતો. ચૂંટણી પંચની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા ઉમેદવારોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. 14 વકિલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શો કોઝ નોટીસ મળી છે. આગામી સાત દિવસમાં આ વકિલોએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જવાબ આપવો પડશે. વકિલોને પોતાના સમર્થનમાં પુરાવા મુકવાની છૂટ અપાઈ છે. જો કોઈ વકીલ ગુનામાં આવશે તો તેની સામે શિસ્ત સંબંધી પગલા લેવાશે. કાનૂની પ્રેક્ટિસ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. 


આ પણ વાંચોઃ Surat News: શહેરમાં રોડ પર જ રિક્ષા મુકીને દબાણ કરતાં 15 રિક્ષા ચાલકોની અટકાયત


  • Follow us on: