અમદાવાદના બોડકદેવમાં આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી લોહીયાળ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. વર્ગ-1ના અધિકારી યશરાજસિંહ ગોહિલે પોતાની પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા, પરિવારનો એકનો એક વંશવારસ છીનવાઈ ગયો છે. આજે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ તેમના વતન લીમડા ગામે લઈ જવામાં આવ્યા હતા. વતનમાં દંપતીના મૃતદેહ પહોંચતા જ આખું ગામ હિબકે ચઢ્યું હતું. દીકરા અને વહુના અકાળે અવસાનથી પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે અને સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.


પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

દંપતીના મોતના આઘાતમાં આજે લીમડા ગામ સજ્જડ બંધ પાળી રહ્યું છે. ગ્રામજનોએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખી આ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આજે સાંજે ગામના સ્મશાનગૃહમાં બંનેની અંતિમક્રિયા એકસાથે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ હજુ પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે કે કયા કારણોસર હસતા-રમતા પરિવારમાં આવો કરુણ અંજામ આવ્યો. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને સ્નેહીજનો હાજર રહી દંપતીને ભીની આંખે વિદાય આપશે.

આ પણ વાંચો : Gandhinagar News : સાઇબર ક્રાઇમમાં ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, રૂપિયા 826 કરોડના મહાકાંડનો પર્દાફાશ

  • Follow us on: