આજે વિધાનસભામાં અશાંતધારાનો મુદ્દો ગુંજશે. આજે અશાંત ધારા બિલ રજૂ કરવામાં આવશે. રાજ્યમાં અનેક જગ્યાએ અશાંતધારાનો ભંગ થતો હોવાની ફરિયાદો વારંવાર સરકારને મળી છે.અમદાવાદમાં તાજેતરમાં જ જગતપુર અને ગોદરેજ ગાર્ડન સિટી એરિયા અને વંદેમાતરમ વિસ્તાર સહિતની 100 કરતાં વધુ સોસાયટીઓ દ્વારા અશાંત ધારા મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું.
કાયદાની છટકબારી શોધતા લોકો પર રોક લાગશે
ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, હું સુધારા બિલને આવકારુ છું. ભાડુઆતને ઘર ખાલી કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી અગવડતા હવે સુધારા બિલને કારણે નહીં થાય. જ્યારે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું હતું કે, બંને કોમ વચ્ચેની જગ્યા કંટ્રોલમાં આવે છે. વિકાસના મુળમા પણ એક કારણ અશાંત ધારો છે. અશાંત ધારો ના હોય તો જમીન પાણીના ભાવે જાય. કાયદાની છટકબારી શોધતા લોકો પર રોક લાગશે.













