ગુજરાતમાં આજે પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.આજથી પાંચ દિવસ વાતાવરણ ગરમ અને સૂકુ રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે. સુરેન્દ્રનગરમાં 42, અમદાવાદમાં 41.7, ગાંધીનગરમાં 41, ડિસામાં 40, કંડલામાં 41, ભુજમાં 40, અમરેલીમાં 40.7, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં આંશિક રાહત રહેશે. ગરમ પવનોને કારણે ઉકળાટ વધશે અને રાત્રે ગરમ પવન ફૂંકાશે.તાપમાનનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચશે.પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે.સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી રહેશે.બીજી તરફ રાજકોટમાં પણ મહાનગર પાલિકાએ ગરમીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે.બપોરે એકથી ચાર વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. હળવા અને આછા કલરના કપડાં પહેરવાની પણ અપીલ કરાઈ છે. લોકોને તરબૂચ,ટેટી, ગોળ, લીંબુ સરબતનું સેવન કરવા સૂચન કરાયું છે. શ્રમિકોને બપોરના સમયે કામ નહીં કરાવવા પણ સૂચના આપવામાં આવી છે.













