અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર જાણે કોરોના જેવો માહોલ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર અમદાવાદથી ગલ્ફ કન્ટ્રી તરફની ફ્લાઈટો પર થઈ હોવાનું સામે આવ્યું છે. આજે યુદ્ધના સતત છઠ્ઠા દિવસે પણ અનેક ફ્લાઈટો રદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ યુદ્ધને કારણે દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ વતન પરત આવી રહ્યાં છે. આજે અમદાવાદ એરપોર્ટ પર 170 મુસાફરો સાથે દુબઈથી વધુ એક ફ્લાઈટ પહોંચી હતી. પરત ફરેલા મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો.


170 મુસાફર સાથેની ફ્લાઇટ અમદાવાદ પહોંચી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે દુબઈમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એર સ્પેસ બંધ હોવાથી સમગ્ર ભારત સહિત ગુજરાતના મુસાફરો પણ ત્યાં ફસાયા હતાં. આ મુસાફરો દ્વારા વતન પરત આવવા માટે સરકારને અપીલ કરવામાં આવી હતી. જેથી હવે દુબઈમાં ફસાયેલા મુસાફરોને લઈને ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી રહી છે. એરપોર્ટ પર મોડી રાત્રે 170 મુસાફરોને લઈને એક ફ્લાઈટ આવી હતી. આ ફ્લાઈટમાં આવેલા મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો. મુસાફરોએ કહ્યું હતું કે, સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. દુબઈમાં અમે બે દિવસ ફસાયેલા રહ્યા હતાં. જ્યાં બોમ્બ અને મિસાઈલ ફૂટ્યા હતાં. ત્યાં રોકાયેલા દરેકને મફતમાં સુવિધા મળી હોવાનું પણ મુસાફરોએ કહ્યું હતું.


આ પણ વાંચોઃ Rajkot News: બેફામ સ્પીડે જતી કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈ, લોખંડની ગ્રીલને કારણે પરિવારનો જીવ બચ્યો


  • Follow us on: