અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલી 'ગોદરેજ સેલેસ્ટા' સ્કીમના રહીશો આજે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. બિલ્ડર દ્વારા સ્કીમની શરૂઆતમાં 2025 સુધીમાં પઝેશન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ 2026 અડધું થવા આવ્યું હોવા છતાં કામ પૂર્ણ ન થતાં 1169 જેટલા રોકાણકારો પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.
મેમનગર સ્થિત 'ગોદરેજ અલ્ટુસ' પર રહીશોનો ભભૂક્યો રોષ
પોતાના હકના ઘર અને મહેનતની કમાણી પરત મેળવવા માટે રોકાણકારોએ મેમનગર વિસ્તારમાં આવેલી 'ગોદરેજ અલ્ટુસ' સ્કીમ પર પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોકાણકારોનો આરોપ છે કે, બિલ્ડર પાસે તેમના 200 કરોડથી વધુ રૂપિયા ફસાયેલા છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં બિલ્ડર અને રોકાણકારો વચ્ચે બેઠક થઈ હતી, જેમાં રૂપિયા પરત કરવાની સમજૂતી સધાઈ હતી, પરંતુ એપ્રિલ મહિનો આવવા છતાં હજુ સુધી એક પણ રૂપિયો પરત મળ્યો નથી.
લોન લઈને રોકાણ કરનારાઓની હાલત કફોડી, CMO અને રેરામાં ફરિયાદ
વિરોધ કરી રહેલા રહીશોમાં એવા અનેક લોકો છે, જેમણે લોન લઈને આ સ્કીમમાં રોકાણ કર્યું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે, હાથમાં ઘર આવ્યું નથી, છતાં બેંકના વ્યાજ સહિતના હપ્તા ભરવા પડી રહ્યા છે. આ મામલે કંટાળેલા રોકાણકારોએ હવે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) થી લઈને રેરા (RERA) સુધી લેખિત ફરિયાદો કરી છે. મધ્યમ વર્ગના પરિવારો હવે સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.
GPL તેની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા તેના ગ્રાહકો પ્રત્યે ધરાવે છે અને અમે 'ગોદરેજ સેલેસ્ટે' (Godrej Celeste) ના હોમ બાયર્સની સાથે મક્કમતાથી ઊભા છીએ. ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અને રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (RERA) હેઠળ, બાંધકામની જવાબદારી શ્રી સિદ્ધિ ઈન્ફ્રાબિલ્ડકોન એલએલપીની છે. જે પ્રોજેક્ટના ખાતાઓ અને ગ્રાહકોના ભંડોળ પર શરૂઆતથી જ વિશિષ્ટ નિયંત્રણ ધરાવે છે. GPL હાલમાં GujRERA સાથે મળીને કામ કરી રહ્યું છે અને પ્રોજેક્ટના વિકાસ તથા બાંધકામનો કાર્યભાર સંભાળવાની મંજૂરી મેળવવા માટે અરજી દાખલ કરી છે. GPLના સતત પ્રયાસો દ્વારા, ઓથોરિટી હોમબાયર્સના શ્રેષ્ઠ હિતમાં આ બાબતનો ઉકેલ લાવવા માટે સક્રિયપણે જોડાયેલ છે. GPL હોમબાયર્સ સાથે નિયમિત સંપર્કમાં છે અને તેમના હિતોનું રક્ષણ કરવા તેમજ તેમના ઘરની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો - Ahmedabad: ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આફત: 19 થી 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી