અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ આખરે રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે. શાળામાં વહીવટી અને સલામતી (સેફ્ટી) સંબંધિત ગંભીર ખામીઓના પગલે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના અંતે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાને વાલીઓએ ઉમળકાભેર વધાવી લીધો છે. વાલીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સરકારે કરેલા નિર્ણયને અમે આવકારીએ છીએ. અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે યોગ્ય કામગીરી થાય તેવી અપેક્ષા છે."


બાળકોના ભવિષ્યને લઈ રાહત

જોકે, વાલીઓએ સરકાર સમક્ષ કેટલીક મહત્વની રજૂઆતો પણ કરી છે. વાલીઓ ઈચ્છે છે કે સરકારના અધિકારીઓ શાળાનો વહીવટ સારી રીતે ચલાવે, પરંતુ સાથે જ તેમણે સૂચવ્યું હતું કે, "શાળાનો કાર્યભાર કોઈ યોગ્ય અને વિશ્વાસુ ટ્રસ્ટીને સોંપવામાં આવે, જેથી વહીવટી કાર્યક્ષમતા જળવાઈ રહે." વધુમાં, વાલીઓએ શાળામાં સુરક્ષા અને સુવિધાઓ વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "જે શાળામાં સેફ્ટીનો અભાવ હોય, ત્યાં તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએ." સરકારના આ વહીવટ હસ્તક લેવાના નિર્ણયથી હવે શાળાના અભ્યાસ અને સુરક્ષાના સ્તરમાં સુધારો થવાની આશા બંધાઈ છે.

આ પણ વાંચો : Rajkot માં બે મહિલા ઇન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી જાણો શું કહ્યું...

  • Follow us on: