સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. આઠથી 11 જાન્યુઆરી સુધીના વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમનાથથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની જંગી જાહેરસભા યોજાશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ગુજરાતના પોલીસ કર્મચારીઓની રજાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
પોલીસવડાની કચેરી દ્વારા આદેશ કરાયો
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યના પોલીસ કર્મચારીઓની 12મી જાન્યુઆરી સુધીની રજાઓ રદ કરવામાં આવી છે. આવશ્યક સંજોગો સિવાય રજા નહીં આપવા સૂચના આપવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ જાહેર કરાયો છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન 3500 પોલીસ કર્મીઓનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વડાપ્રધાન સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર રોડ શો કરશે.













