અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં બે દિવસમાં એકબીજાના પરિચિત યુવક અને યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. આપઘાત કરેલા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાએ જોર પકડતા હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.
આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ યોગ્ય તપાસ કરે
વાસણા વિસ્તારમાં 23 વર્ષીય હર્ષિલ ચૌહાણ અને પ્રિયા ઠાકોરે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 2 દિવસના અંતરમાં આ બંનેએ આત્મહત્યા કરી છે. જો કે ચર્ચા એવી પણ છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પરિવાર તેમના પ્રેમ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો. જેના કારણે બંનેએ આત્મહત્યા કરી છે. હર્ષિલ ચૌહાણ પરિવારજનો સાથે વાસણા વિસ્તારમાં રહેતો હતો અને ફાસ્ટ ફૂડનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે હર્ષિલ ઘરમાં ગુમસૂમ બેઠો હતો. હર્ષિલના પિતાએ શું થયું પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.ત્યારબાદ હર્ષિલ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. પિતાનું માનવું છે કે હર્ષિલ નવી ધંધો શરૂ કર્યો હતો જેના કારણે તે થોડો ટેન્શનમાં રહેતો હતો. હર્ષિલના મૃતદેહ મળ્યો ત્યારે તેના માથાના ભાગે ઇજાના નિશાન હતા જેને લઈને આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે.













