ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતના કેસો વધુ પ્રમાણમાં સામે આવ્યા છે. ત્યારે વર્ષ 2025માં માર્ગ અકસ્માતના કેસોની ઈમર્જન્સીમાં આઠ ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2025માં 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસને માર્ગ અકસ્માતને લગતા 1.78 લાખ કોલ્સ મળ્યા છે. જે ગત વર્ષ 2024 કરતાં વધુ છે. 2024માં 1.65 લાખ કોલ્સ મળ્યા હતાં.


સૌથી વધુ 28977 કેસ અમદાવાદમાં નોંધાયા

વર્ષ 2025માં ગુજરાતમાં માર્ગ અકસ્માતને લગતી રોજની 490 જેટલી ઈમરજન્સી નોંધાઈ છે. એકંદરે ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સની દોડાદોડ વધી ગઈ છે.સૌથી વધુ 28977 કેસ અમદાવાદમાં નોંધાયા છે.ગુજરાતમાં ઓવર સ્પીડ,દારૂ પીને વાહન ચલાવવા,રસ્તાઓની ફોલ્ટી ડિઝાઈન,બેદરકારીથી વાહન ચલાવવા સહિતના અલગ અલગ કારણસર રોજ અકસ્માતની ઘટનાઓ સર્જાય છે.જેમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

અકસ્માતના કેસમાં અમદાવાદ બાદ સુરત મોખરે

રાજ્યમાં અકસ્માતના કેસમાં અમદાવાદ બાદ સુરત મોખરે છે.સુરતમાં વર્ષ 2025ના અરસામાં 18983 ઈમરજન્સી નોંધાઈ છે. વડોદરામાં 11755, રાજકોટમાં 9200 કેસ સામે આવ્યા છે.અકસ્માતના આ કેસમાં જે તે ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફત નજીકની હોસ્પિટલે સારવાર અર્થેખસેડવામાં આવ્યા હતા. ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવનારા પણ બેફામ થયા છે અને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. દારૂ પી વાહન ચલાવવાના કેસમાં અઢી ગણા જેટલો વધારો થયો છે.


આ પણ વાંચોઃ Gir Somnath : તાલાલામાં 15 કલાકમાં ભૂકંપના 9 આંચકા આવ્યા, વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી ગયા


  • Follow us on: