ગુજરાત ભાજપના રાજ્યસભા ઉમેદવાર મુકેશ રાઠવાએ પોતાની રાજકીય કારકિર્દી અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે કાર્યકરથી લઈને રાજ્યસભાના ઉમેદવાર સુધીની પોતાની સફર વિશે મન ખોલીને વાત કરી હતી.
શરૂઆત ભાજપ માટે પેમ્ફલેટ વહેંચવાથી થઈ
મુકેશ રાઠવાએ જણાવ્યું કે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ માટે પેમ્ફલેટ વહેંચવાથી થઈ હતી. શરૂઆતના દિવસોમાં તેઓ ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રચારમાં સક્રિય રીતે જોડાતા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે માઈકમાં નારા લગાવવાથી લઈને વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ પણ સંભાળી હતી.
રાજકારણમાં સક્રિય પ્રવેશ
તેઓ જયંતિ રાઠવા માટે કામ કરતા હતા અને જયંતિ રાઠવાને જીતાડ્યા છે .જેના કારણે રાજકારણની વધુ સમજ પ્રાપ્ત થઈ. ઉપરાંત ABVPના તત્કાલીન અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં સક્રિય પ્રવેશ કર્યો હતો.
નેતાઓ સાથે બેઠકોમાં ભાગ લેતા
મુકેશ રાઠવાએ યાદ કર્યું કે શરૂઆતના સમયમાં તેઓ તત્કાલીન કાર્યકરો અને નેતાઓ સાથે બેઠકોમાં ભાગ લેતા હતા. તેમણે જણાવ્યું કે તે સમય દરમિયાન હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સંગઠનના વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં જોડાતા હતા.
પ્રભાવશાળી નેતા બનવાની ઈચ્છા હતી
તેમણે પોતાની રાજકીય સફરને યાદ કરતાં કહ્યું કે રાજકારણમાં આગળ વધીને લોકો વચ્ચે ઓળખ બનાવવાની અને પ્રભાવશાળી નેતા બનવાની ઈચ્છા હતી. સતત મહેનત અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના કારણે આજે રાજ્યસભા ઉમેદવાર તરીકે પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
દિગ્ગજ નેતા સુખરામ રાઠવા સામે જીત મેળવી ચૂક્યા છે
મુકેશ રાઠવા પાંચ ટર્મથી વિજેતા રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા સામે જીત મેળવી ચૂક્યા છે. હવે રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમની પસંદગીને લઈને ભાજપ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : રાજકોટમાં બાબા બાગેશ્વર દરબાર મુદ્દે વિવાદ, પોલીસને સુઓમોટો દાખલ કરવા અરજી કરાશે