હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે અલગ અલગ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાકને નુકસાન થઇ શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
વિભિન્ન વિસ્તારોમાં પાકને નુકસાનની ભીતિ
મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ખાસ ચિંતાનું કારણ છે, જ્યાં ઘઉં અને ચણા જેવા પાકોને માવઠાથી નુકસાન થવાની આશંકા છે તો ઉત્તર ગુજરાતમાં ઘઉં, રાયડો અને તમાકુના પાક માટે માવઠાના નુકસાનની સંભાવના છે.













