ગુજરાતના જાણીતા હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે રાજયમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે."


23 તારીખથી વાતાવરણમાં થશે સુધારો

પટેલના જણાવ્યા અનુસાર, 23 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે-ધીમે ઘટી જતી રહેશે. આજે બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે વાદળછાયા વાતાવરણ અને વરસાદી છાંટા જોવા મળશે, પરંતુ 23મી તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જશે.

23થી 25 તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે તડકો જોવા મળશે

તેમણે કહ્યું કે અરબ સાગરના ભેજના કારણે 23થી 25 તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે તડકો જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

27 ફેબ્રુઆરીથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

તેમણે કહ્યું કે 27 ફેબ્રુઆરીથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને માર્ચ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે.


આ પણ વાંચો----    Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: