રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભરૂચ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે.
વરસાદી માવઠાને લીધે ખેડૂતોમાં ચિંતા
ઉનાળાની શરૂઆતના આ સમયગાળા દરમિયાન વરસાદી માવઠાને લીધે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સંજોગોમાં, ખાસ કરીને કેરી અને અન્ય પાકોની નિષ્ફળ જાય તેવો ભય જોવા મળ્યો છે. ખેડૂતો ચિંતિત છે કે આ કમોસમી વરસાદના કારણે ખેતી ઉપર અસર પડી શકે છે.













