અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજું પણ રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું રહેશે અને 8 માર્ચ પછી ક્રમશ: રાજ્યમાં તાપમાન વધશે અને ઉનાળાની શરુઆત થશે.


સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી ક્રમશ: તાપમમાન વધે છે

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી ક્રમશ: તાપમમાન વધે છે અને ઉનાળાનો અનુભવ થાય છે પણ અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઉનાળો શરુ થયો નથી અને તેનું કારણ એ છે કે હિમાલયન રેન્જમાં હજું પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું છે જેના કારણે રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું જોવા મળી રહ્યું છે.

ગુજરાત પર હાલ ઉત્તર-ઉત્તર પૂર્વથી પવનો આવી રહ્યા છે

તેમણે કહ્યું કે આગામી 1 બે દિવસમાં તાપમાન હજું પણ નીચું જશે અને ડબલ ઋતુનો અહેસાસ થશે. રાત્રે શિયાળાનો અનુભવ અને બપોરે ગરમીનો અનુભવ નાગરિકોને થશે. ગુજરાત પર હાલ ઉત્તર-ઉત્તર પૂર્વથી પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાન 35 ડિગ્રી કરતા ઓછું રહે છે.

આ વખતે ફેબ્રુઆરીમાં તાપમાન નોર્મલ કરતા નીચું

તેમણે કહ્યું કે હજું પણ કેટલાક સેન્ટરમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પણ છેલ્લા 1 દાયકામાં જોવા જઇએ તો દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી કરતા વધુ હોય છે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી નીચું રહ્યું છે અને માર્ચમાં પણ તાપમાન 32થી 36 ડિગ્રી રહેશે

 8 માર્ચ પછી રાજ્યમાં કાળઝાળ ઉનાળો

પરેશ ગોસ્વામીએ કહ્યું કે 8 માર્ચ પછી રાજ્યમાં ક્રમશ: તાપમાનમાં વધારો થતો જશે અને ઉનાળાનો અહેસાસ થઇ જશે. 8 માર્ચ સુધી તાપમાન નીચું રહેશે પણ ત્યારબાદ ઉનાળાની શરુઆત થશે અને 15 જૂન સુધી આકરો તાપ અને હિટવેવની અસર જોવા મળી શકે છે.


આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: