ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં ભર શિયાળામાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક સુધી રાજ્યમા તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાકમા કમોસમી વરસાદની આગાહી કરી છે.


6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળામાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. રાધનપુર, સુઈગામ, મહેસાણા,પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા,ગાંધીનગર,અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં વાતાવરણમા પલટો આવશે. 6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 11થી 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડશે.

માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે. ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ મુસાફરીમાં વિલંબ થશે. વિઝિબિલિટી ઘટતાં અકસ્માતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉત્તરાયણ આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના દિવસે બપોર પછી પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ફેરફાર થશે.


આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો કરાશે, કાયદામાં સુધારો કરવા સમિતિની રચના થશે


  • Follow us on: