ગુજરાતમાં મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવામાં આવશે. આ ફેરફારો માટે નિવૃત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે સમિતિની રચના કરવામાં આવશે. મૂળ કાયદો સુધારવા સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે.નિવૃત IAS સી.એલ.મીનાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવશે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો કરાશે.


જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો કરાશે

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો કરાશે. મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવા માટે નિવૃત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે સમિતિની રચના કરવામાં આવશે. સંલગ્ન ઠરાવો અને નિયમોમાં સુધારો કરી નવો કાયદો બનાવાશે. જેમાં મૂળ કાયદા સિવાયના કાયદા માટે સમિતિની રચના કરવામાં આવશે. નિવૃત IAS જે.કે.આસ્તિકની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાશે.

કિસાન સંઘ અને ક્રેડાઇ સાથે બેઠકો કરશે

રાજ્યમાં ગણોત વહિવટ અને ખેતીની જમીન 1948 કાયદામાં સુધારો કરાશે. બિનખેડૂતને ખેતીની જમીન મુદ્દે વિકલ્પો પર ચર્ચા વિચારણા થશે. બંને સમિતિઓ કિસાન સંઘ અને ક્રેડાઇ સાથે બેઠકો કરશે. આ ઉપરાંત બાર એસોસિએશન સાથે બેઠક કરી રિપોર્ટ તૈયાર કરાશે.


આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં એક વર્ષમાં અકસ્માતોની સંખ્યામાં આઠ ટકાનો વધારો, વર્ષ 2025માં 108ને 1.78 લાખ કોલ મળ્યા


  • Follow us on: