ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા મોટાભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ પૂર્વાનુંમાન રજૂ કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લા નીનાની સ્થિતિ સર્જાતા ઠંડીની અસર જોવા મળશે. શિયાળામાં કોલ્ડ વેવની સ્થિતિ સામાન્ય રહેશે.


તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નહિવત

હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર તરફના પવનો ફૂંકાવાના શરૂ થયાં છે. આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નહિવત છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી ઠંડી સામાન્ય રહેશે ત્યાર બાદ ઠંડીનો ચમકારો વધશે.

સાતમી ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાશે

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે સાતમી ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે અમરેલીમાં 15.8 ડિગ્રી, દીવમાં 15.2 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, કેશોદમાં 15.2 ડિગ્રી, અમદાવાદમાં 17.5 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, ડીસામાં 7.5 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી, કંડલામાં 16.6 ડિગ્રી, રાજકોટમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે તેવી સંભાવના છે.


આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં ઠંડી ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ક્યાં કેટલું તાપમાન...


  • Follow us on: