ગુજરાતમાં શિયાળાની વિદાય બાદ અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતો તડકો લાગતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. હજી શરૂઆતમાં જ આટલી ગરમી છે તો આગામી દિવસોમાં કેટલી ગરમીનો અનુભવ થશે એ આગામી દિવસોમાં અહેસાસ થશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં વધારો થશે.
આગામી સમયમાં રાજ્યમાં ગરમીમાં વધારો થશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં રાજ્યમાં ગરમીમાં વધારો થશે. પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.05, ડીસા અને ગાંધીનગરમાં 36.05, વડોદરામાં 35.02, સુરતમાં 34 ડિગ્રી, ભુજમાં 35 ડિગ્રી, કંડલામાં 35 ડિગ્રી, ભાવનગરમાં 33.02 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.08 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.













