ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાત્રે 11 વાગ્યા સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શિયાળામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ
રાજ્યમાં રાત્રે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં ભર શિયાળે વરસાદના છાંટા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. શિયાળામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ એવી સ્થિતિનું નિર્માણ થયું છે.













