રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના ઘમા જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના

ઉપરાંત આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ખાસ સતર્કતા રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે.

કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતો માટે આ માવઠું ચિંતાજનક બની શકે છે,


આ પણ વાંચો----     Gujarat Latest News Live : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે

  • Follow us on: