ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કેટલાક જિલ્લમાં આજે 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી અને કંડલામાં 41 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી ગરમી રહી શકે છે.


વડોદરામાં એક કલાકમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત

રાજકોટમાં આગઝરતી ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. મહાનગર પાલિકાએ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 60થી વધુ લોકોને હિટ સ્ટ્રોક આવ્યો છે. આ ઉપરાંત લૂ લાગવાના પણ 20થી વધુ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ વડોદરામાં ભીષણ ગરમીને કારણે હાર્ટ એટેકનું જોખમ ઉભુ થયું છે. મકરપુરમાં હાર્ટ એટેક આવતા એક કલાકમાં બે લોકોના મોત થયાં છે. જેમાં વિશાલનગરના 73 વર્ષીય વૃદ્ધ અને 52 વર્ષીય વિલાસબેન ભાટિયાનું મોત નિપજ્યું છે. બંનેને ગભરામણ થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં. તબીબોએ તપાસ કરી મૃત જાહેર કર્યા હતાં.

149 વર્ષ બાદ દેશમાં ભારે ગરમીની આગાહી

દેશમાં છેલ્લા 149 વર્ષ બાદ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીની શક્યતા દર્શાવાઈ છે. આ વર્ષે તાપમાન 48થી 50 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની સૌથી વધુ અસર વર્તાશે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગરમીમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ Local body election: ભાજપના સાંસદની મતદારોને ધમકી, કોંગ્રેસ એક પણ બેઠક જીતી તો ગ્રાન્ટ નહીં આપીએ


  • Follow us on: