હાઈકોર્ટે બિનઆધારભૂત અને પુરાવા વિના કરવામાં આવેલી જાહેરહિત અરજી મામલે અરજદારને 10 લાખનો દંડ ફટકાર્યો છે.અરજદારે બાંધકામ અને મસ્જિદ સંબંધિત મુદ્દે અરજી દાખલ કરી હતી.પરંતુ સુનાવણી દરમિયાન કોઈ મજબૂત અને વિશ્વસનીય પુરાવા રજૂ કરી શક્યા નહોતા.કોર્ટે નોંધ્યું કે આ પ્રકારની ખોટી અરજીઓ ન્યાયવ્યવસ્થાનો કિંમતી સમય બગાડે છે અને જાહેરહિતના હેતુને નુકસાન પહોંચાડે છે.
હાઈકોર્ટે ફટકાર્યો અરજદારને 10 લાખનો દંડ
યોગ્ય પુરાવાના અભાવે અરજી ખોટી સાબિત થતાં કોર્ટે કડક સંદેશ આપવા માટે દંડ ફટકાર્યો હતો.કોર્ટે જણાવ્યું કે જાહેરહિતની અરજી એક ગંભીર અને જવાબદારીપૂર્ણ પ્રક્રિયા છે જેને વ્યક્તિગત કે બિનઆધારભૂત હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. અગાઉ પણ કોર્ટ સમક્ષ આ પ્રકારની અરજીઓ સંદર્ભે અરજદાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.













