અમદાવાદ શહેરના પોશ ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઈટ પર આજે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. એચ.એન. સફલ (HN Safal) બિલ્ડરની 'મોડલ 2' કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.


ક્રેનમાં સવાર હતા બંને શ્રમિકો

ઘટનાની મળતી માહિતી અનુસાર, શ્રમિકો જ્યારે ક્રેન દ્વારા કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કેબલ તૂટી ગયો હતો. ક્રેનમાં સવાર બંને શ્રમિકો સીધા જમીન પર પટકાયા હતા. ઊંચાઈ પરથી પટકાવાને કારણે એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.




પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા જ સેટેલાઇટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ વચ્ચે વધતા જતી આવી દુર્ઘટનાઓએ શ્રમિકોની સુરક્ષા અને બિલ્ડરો દ્વારા લેવામાં આવતા સેફ્ટી પગલાંઓ સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી


  • Follow us on: