શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલી બ્રિજની કામગીરીને પગલે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ટ્રાફિક હળવો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં સુભાષ બ્રિજ, હાટકેશ્વર બ્રિજ (તોડવાની કામગીરી), કાલુપુર રેલવે સ્ટેશન અને સારંગપુર બ્રિજની કામગીરીને કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડતું હતું.
રસ્તાઓ પર એકપણ લારીગલ્લાં ન રહે તેની સૂચના
આ મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો, જેની ગંભીર નોંધ લેતા તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જ્યાં બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યાં રસ્તાઓ સાંકડા થયા છે. આવા સંજોગોમાં રસ્તાઓ પર લારી-ગલ્લાના દબાણોને કારણે ટ્રાફિક વધુ વકરે છે.













