અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં PCR વાનચાલકે અકસ્માત સર્જયો હતો જેથી રોષે ભરાયેલા લોકોએ વાન ચાલકને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે.


 PCR વાનચાલકે અકસ્માત સર્જ્યો

મળેલી માહિતી પ્રમાણે નિકોલમાં પોલીસની PCR વાનચાલકે અકસ્માત સર્જ્યો હતો જેના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ વાન ચાલક આઉટ સોર્સિંગનો હોવાનું બહાર આવ્યું છે

ટોળાએ પીસીઆર વાનના ચાલકને માર માર્યો

રોષે ભરાયેલા ટોળાએ પીસીઆર વાનના ચાલકને માર માર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થઇ ગયા હતા

PCR ચાલક નશામાં હોવાનો આરોપ

PCR ચાલક નશામાં હોવાનો રાહદારીઓએ આક્ષેપ કર્યો હતો. મામલા અંગે પોલીસે પણ તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----      Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા

  • Follow us on: