અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં દુખદ ઘટના સામે આવી છે. સીતાપુર ગામ નજીક આવેલ ઝોલાસર તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકના મોત થયા છે. મળતી માહિતી મુજબ બાળકો ધૂળેટીનો તહેવાર ઉજવીને બાદમાં તળાવમાં નાહવા માટે ગયા હતા. નાહતા નાહતા અચાનક ઊંડા પાણીમાં જઈ જતા તેઓ ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતા હાંસલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ધૂળેટી રમ્યા બાદ ન્હાવા ગયેલા 3 બાળકો ડૂબ્યા
સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાને પગલે સીતાપુર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારોમાં રડાકો મચી ગયો છે અને ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. તહેવારની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Surat News: પૂર્વ શિક્ષિકાએ રૂપિયા પડાવવા નકલી પ્રેગ્નેન્સી કીટ મોકલી , સ્કૂલના ટ્રસ્ટીને કહ્યું હું તમારાથી ગર્ભવતી છું













