સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં..


અમદાવાદમાં આટલી મોટી સંખ્યામાં લકઝુરીયસ સ્પા છે તો પછી અમુક સ્પામાં જ કેમ રેડ કરાય છે !

અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા સ્પામાં રેડ કરવામાં આવી હતી, પરંતુ આટલા બધા અલગ-અલગ વિસ્તારમાં છે, તો રેડ કેમ નહી ! અમદાવાદ પોલીસની અલગ-અલગ એજન્સીઓ છે અને પોલીસ સ્ટેશન પણ છે, તો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લકઝુરીયસ સ્પા છે તેમાં કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી, સ્પાને લઈ સરકારે જે નિયમો બનાવ્યા છે, તેને લઈ કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી તેવી વાત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે, તો ઘણી પોલીસના સ્પામાં ભાગ હોવાની વાત પણ સૂત્રો જણાઈ રહ્યાં છે, તો હાઈફાઈ સ્પામાં પોલીસ જરા માથુ મારે તો ખબર પડશે કે સત્ય શું છે.

કિટલી સર્કલથી 2 કિમી નજીક આવેલા પોલીસ સ્ટેશનના PI કહી રહ્યાં હતા અમારા વિસ્તારમાં દારૂ નથી વેચાતો અને એજન્સીએ ત્યાં જ રેડ કરી

અમદાવાદની ઉચ્ચની એજન્સી દ્વારા છેલ્લા એક મહિનામાં અનેક વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી છે, શહેરના બે પીઆઈ એવા છે કે, જેઓ બણગા ફૂંકી રહ્યાં હતા કે અમારા વિસ્તારમાં કઈ જ નથી ત્યારે આ વિસ્તારમાં રેડ થતા પીઆઈના મોઢા પડી ગયા હતા, એક વિસ્તારમાં દેશી દારૂ અને બીજા વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાયો હતો, ત્યારે શું કામ ના પાડો છે કે અમારા વિસ્તારમાં કઈ વેચાતું નથી, અને વેચાતું નથી તો રેડ કેમ પડી ? શું તમારા વહિવટદાર પણ તમને જાણ નથી કરતા કે સાહેબ આપણા વિસ્તારમાં આ દેશી અને વિદેશી દારૂના બુટલેગરને પરમિશન આપી છે ?

પૂર્વ વિસ્તારના એક મોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને દમ મારી પોલીસે કાયદો શિખવ્યો !

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું એક મોટું પોલીસ સ્ટેશન કે, જે પોલીસ સ્ટેશનમાં કામ કરવા માટે ઘણા પીઆઈઓએ લોબિંગ લગાવ્યા હતા અને હજી પણ લોબિંગ લગાવે છે કે ત્યાં તેમનું પોસ્ટિંગ થાય, પરંતુ બ્રિજને અડીને આવેલું એક પોલીસ સ્ટેશન કે જેમાં ફરિયાદીને સામે પક્ષે માથું ફોડી નાખ્યું હતુ અને કલાકો બાદ પોલીસ જયારે હોસ્પિટલ પહોંચે છે, તો હોસ્પિટલમાં ગયેલ બે કર્મીએ ફરિયાદીને કાયદો શિખવ્યો કે, કોર્ટના ધક્કા અને ફરિયાદ કરવી હશે તો આટલા રૂપિયા થશે તેવો આક્ષેપ પોલીસ પર લાગ્યો છે, ત્યારે આ પોલીસકર્મીને શરમ પણ નહી આવી હોય કે ફરિયાદ માટેના રૂપિયા હોય ! એટલે કામ કરવાનું રાખો નહી કે લોકોને સલાહ આપવાનું.

ઘણા PIના પૈસા કેમ અટવાઈ ગયા ?

સૂત્રો તરફથી એવી વાત મળી રહી છે કે, ગુજરાતમાં એક જગ્યાએથી આંતર જિલ્લામાં બદલી માટે ઘણા વચેટિયાઓ રૂપિયા લઈને બદલી કરાવતા હોય છે, ત્યારે ઘણા પીઆઈ એવા પણ છે કે, તેમણે બદલી માટે વચેટિયાઓને રૂપિયા પણ આપી દીધા, પણ મહત્વની વાત તો એ છે કે, આ બધાની વચ્ચે ઉચ્ચસ્તરે આ ખેલની ગંધ પહોંચી ગઈ અને બદલી પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતુ, આ વાત અમને પણ સૂત્રો તરફથી જાણવા મળી છે, અને એવી પણ વાત છે કે, ઘણા પીઆઈના રૂપિયા હજી તેમને પાછા મળ્યા નથી.


આ પણ વાંચો : Surat News : પી.પી. સવાણી પરિવાર આયોજિત 18માં સમૂહલગ્નના પ્રથમ દિવસે પિતાવિહોણી 133 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા


 

  • Follow us on: