અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે ભરાતી રવિવારી ગુજરી બજારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી બકરા મંડી વિવાદનું કેન્દ્ર બની છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આ મામલે સખત વિરોધ નોંધાવતા અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી બકરા મંડી તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભૂતકાળમાં ગુજરી બજારમાં ક્યારેય બકરા મંડીની વ્યવસ્થા નહોતી, પરંતુ છેલ્લા એક મહિનાથી જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે પશુઓનું વેચાણ થઈ રહ્યું છે, જે શહેરની શિસ્ત અને નિયમોની વિરુદ્ધ છે.


જાહેર માર્ગ પર બકરા મંડી કેમ?

ભૂષણ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે જાહેર રોડ પર બકરાનું વેચાણ થવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાઈ રહી છે. રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા અને નાગરિકોની સુવિધા માટે આ મંડી પર પ્રતિબંધ મૂકવો અત્યંત અનિવાર્ય છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન અને પોલીસ તંત્ર પૂર્વ ધારાસભ્યની આ રજૂઆત પર શું પગલાં લે છે.

આ પણ વાંચો : Jasdan બાળકને ત્યજી દેનારને લઈ મોટો ખુલાસો, જન્મ આપનાર અપરણિત હોવાનું સામે આવ્યું...

  • Follow us on: