અમદાવાદ RTO કચેરીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વચેટીયાઓના ત્રાસ સામે તંત્રએ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ કઢાવવા જેવી કામગીરી માટે અરજદારો પાસેથી ખોટી રીતે નાણાં પડાવતા બે એજન્ટો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
અરજદારો પાસેથી એજન્ટો લેતા હતા નાણાં
અમદાવાદ RTO માં લાંબા સમયથી એજન્ટો સક્રિય હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં બે એજન્ટો લાયસન્સની પ્રક્રિયામાં પાસ કરાવી આપવાના બહાને અરજદારો પાસેથી રોકડ રકમની ઉઘરાણી કરી રહ્યા હતા. RTO ના વિવિધ કામો માટે નિર્ધારિત સરકારી ફી સિવાયના વધારાના નાણાં લેવાની પ્રવૃત્તિ પર વોચ રાખીને RTO તંત્રએ આ બંને એજન્ટોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને એજન્ટોને તાત્કાલિક રાણીપ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.













