ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે.આજે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે.રાજ્યમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ હોટ સિટી બન્યું છે. આગામી સાત દિવસ આકરી ગરમી પડશે. રાજકોટ મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.રાજ્યમાં ઉનાળાની સિઝન હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહી છે.રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી રહેશે.


દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલ સુધી તાપમાન વધુ રહેશે. દરિયા કિનારાના વિસ્તારોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેશે. આગામી ત્રણ દિવસ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી રહેશે. રાજ્યમાં ઉનાળાનો બેવડો માર જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ એલર્ટ અપાયું છે. તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. હાલમાં હીટ વેવ નથી પણ ગરમીમાં વધારો થશે. પંજાબ અને રાજસ્થાનમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તંત્ર દ્વારા બપોરે બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ શરૂ થઈ ગયો છે.રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.બીજી તરફ અમદાવાદીઓ પણ 41.5 ડિગ્રી તાપમાનમાં શેકાયા હતા.આગામી ત્રણ દિવસમાં શહેરમાં ત્રણ ડિગ્રી સુધી પારો ઊંચકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને બારો રહેવાની પણ ચેતવણી અપાઈ છે.સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 42.7 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

આ પણ વાંચોઃ Local Body Elections 2026: 'મત કે લીયે કુછ ભી કરેગા'! રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો આવી રીતે કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર



  • Follow us on: