અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વાહનચાલકો માટે મહત્ત્વના સમાચાર છે. સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન બ્રિજની મરામત અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે.
સુભાષ બ્રિજમાં તિરાડ!
આ કામગીરીના ભાગરૂપે, સુભાષ બ્રિજની નીચેના ભાગમાં આવેલા રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાહનચાલકો રિવરફ્રન્ટના આ માર્ગનો ઉપયોગ કરતા હતા, તેઓ હવે પોલીસ ચોકી તરફના માર્ગે જઈ શકશે. ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં જરૂરી માર્ગદર્શન અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.













