દેશ અને દુનિયામાં સાઇબર ક્રાઇમનો સતત વ્યાપ વધી રહ્યો છે. જેને અસરકારક રીતે નાથવા અને ટેક્નોલોજીકલ પડકારોનો સામનો કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદની સાઇબર ક્રાઇમ શાખા ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ મળી રહે તે હેતુસર અદ્યતન ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.


ટ્રેનિંગ સેન્ટર-કમ-લેબનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આજે પોલીસ કમિશનર જી. એસ. મલિકના હસ્તે આ વિશેષ ટ્રેનિંગ સેન્ટર-કમ-લેબનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદ શહેર પોલીસને અતિ આધુનિક ટેકનોલોજી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી સંપૂર્ણપણે માહિતગાર કરવાનો છે.

ગુના થતા પહેલા જ તેને અટકાવવાની ક્ષમતા આપશે સેન્ટર

અહીં અપાનારી વિશેષ તાલીમ થકી, અધિકારીઓ અને કર્મચારીઓના કૌશલ્યનું વર્ધન કરીને તેમને વર્તમાન તેમજ ભવિષ્યના સાયબર ક્રાઇમના પડકારો સામે સુસજ્જ બનાવવામાં આવશે. આ આયોજન પોલીસને માત્ર સાઇબર ગુનાઓનું ડિટેક્શન જ નહીં, પણ ગુના થતા પહેલા જ તેને અટકાવવાની ક્ષમતા પણ પૂરી પાડશે. આ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદ શહેર પોલીસને દેશની સૌથી આધુનિક અને ટેક-સેવી પોલીસ ફોર્સ બનાવવાની દિશામાં એક મોટું અને નિર્ણાયક પગલું છે.


આ પણ વાંચો - Gir Somnath News: ઉના લાયબ્રેરી ચોકમાં દુકાનની દિવાલ ધરાશાયી, બે શ્રમિકના મોત


  • Follow us on: