અમદાવાદ શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના પ્રથમ તબક્કા હેઠળ, શહેરના અતિ વ્યસ્ત એવા પિરાણા ચાર રસ્તાથી બેરિકેટિંગ લગાવીને વાહનોને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા આ પોઈન્ટ્સને ટ્રાફિક ફ્રી બનાવવા માટે વૈકલ્પિક રૂટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વાહનચાલકોને લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા રહેવું ન પડે અને રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો ન લાગે.


ઝીરો ટ્રાફિક' ઝુંબેશ

આ ઝુંબેશ માત્ર પિરાણા સુધી મર્યાદિત નથી, પરંતુ આગામી દિવસોમાં રબારી કોલોની, નોબલ ચાર રસ્તા અને વિશાલા ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના જણાવ્યા અનુસાર, મુખ્ય ચાર રસ્તાઓ પર સીધી રીતે આવતા વાહનોને જરૂરિયાત મુજબ ડાયવર્ટ કરવામાં આવશે, જેથી સર્કલ કે જંક્શન પર ટ્રાફિકનું ભારણ ન વધે. આ નવી ટ્રાફિક મોડ્યુલ વ્યવસ્થાના અમલીકરણથી એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓને પણ રસ્તો સરળતાથી મળી રહેશે. પ્રાયોગિક ધોરણે લેવાયેલા આ નિર્ણયો સફળ જશે તો શહેરના અન્ય 30થી વધુ મોટા ટ્રાફિક પોઈન્ટ્સ પર પણ આ જ મુજબની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara News : નંબર પ્લેટનો વિવાદ વકર્યો, બોલાચાલી બાદ પોલીસ મથકમાં યુવકને માર માર્યાની ઘટનાથી ચકચાર

  • Follow us on: