વડાપ્રધાને આ જ વર્ષે મે મહિનામાં બીકાનેરથી 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. જેમાં સામાખ્યાલી સહિત ગુજરાતના 18 સ્ટેશન સામેલ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વિરમગામ સ્ટેશન એક મહત્વપૂર્ણ સ્ટેશન છે. વિરમગામ રેલવે સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ ₹46.13 કરોડના ખર્ચે ઝડપથી કરવામાં આવી રહ્યો છે.


વર્તમાનમાં વિરમગામ સ્ટેશન પર 50 થી વધુ ટ્રેનો રોકાય છે

અહીંથી દરરોજ લગભગ 7000 યાત્રી અવરજવર કરે છે. આને આગળના 45-50 વર્ષના યાત્રી ઘસારાને ધ્યાનમાં રાખીને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. વિરમગામ સ્ટેશન પર 40 ફીટ પહોળો ફુટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે જે પ્લેટફોર્મો વચ્ચે સુરક્ષિત અને નિર્વિરોધ અવરજવર સુનિશ્ચિત કરશે. આ સ્ટેશન અમદાવાદ-વિરમગામ, વિરમગામ-સુરેન્દ્રનગર, વિરમગામ-મહેસાણા અને વિરમગામ-ધ્રાંગધ્રા-સામાખ્યાલી આ ચાર રેલવે માર્ગોના જંકશન પર આવેલું છે.

અહીં ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ દ્વારા ઇનલેન્ડ કન્ટેનર ડિપો સુવિધા પણ ઉપલબ્ધ છે

જૂન 2023 માં વિરમગામથી મુન્દ્રા પોર્ટ સુધી ડબલ-સ્ટેક રેલવે પરિવહન સેવાઓ શરૂ કરી, જેનો ઉદ્દેશ આપણા આયાત-નિકાસ (EXIM) વેપાર ગ્રાહકો માટે પરિચાલન કુશળતા વધારવાનો અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવાનો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન (ક્ષેત્ર/આકાર):

•4400 ચોરસ ફીટની વિશાળ સ્ટેશન બિલ્ડીંગ યાત્રીઓને આધુનિક અને સુવ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

•20-20 ફીટ પહોળા પ્રવેશ/નિકાસ દ્વાર યાત્રીઓની અવરજવરને સુગમ બનાવશે.

•5000 ચોરસ ફીટનું પાર્કિગ ક્ષેત્ર વધુ વાહનોને સમાયોજિત કરશે.

•13 ફીટ પહોળી પિક-અપ/ડ્રોપ-ઑફ લેન વાહનોની અવરજવર વ્યવસ્થાને ઉત્તમ બનાવશે.

•2200 ચોરસ ફીટનો પોર્ચ યાત્રીઓને ઋતુઓથી સુરક્ષા અને આરામદાયક પ્રવેશ ઉપલબ્ધ કરાવશે.

•2000 ચોરસ ફીટનો વિશાળ કોન્કોર્સ યાત્રીઓને વધુ વિશાળ અને આરામદાયક સ્થાન ઉપલબ્ધ કરાવશે.

•પ્લેટફોર્મો પર લિફ્ટ અને એસ્કેલેટર્સની જોગવાઈ

•પ્લેટફોર્મ નં. 2 અને 3 ની લંબાઈમાં 100 ફીટ સુધીનું વિસ્તરણ

•336 ચોરસ ફીટનું પ્રતીક્ષાલય બેસવા અને વિશ્રામ કરવા માટે આરામદાયક સુવિધા ઉપલબ્ધ કરાવશે.

•570 ચોરસ ફીટનો કેફેટેરિયા ચોખ્ખા અને સુવિધાજનક ભોજનનો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.

•730 ચોરસ ફીટના ડિલક્સ એસી અને નૉન-એસી પ્રતીક્ષાલય શાંત અને આરામદાયક વાતાવરણમાં પ્રતીક્ષાની સુવિધા આપશે.

•પ્લેટફોર્મ 1 થી 5 સુધી 38000 ચોરસ ફીટ ક્ષેત્રમાં કવર શેડ યાત્રીઓને ઋતુઓથી સુરક્ષા અપાવશે.

•430 ચોરસ ફીટનો શૌચાલય બ્લોક સ્વચ્છતા અને સુવિધાને વધુ બહેતર બનાવશે.

•દિવ્યાંગજન માટે 03 સમર્પિત પાર્કિંગ સ્લૉટ તેમની પહોચ અને સુવિધાને વધુ બહેતર બનાવશે.

આ પરિયોજના હેઠળ હોમ પ્લેટફોર્મનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે

જેનાથી ભીડભાડના સમયે યાત્રીઓની અવરજવર અધિક સુગમ થશે અને થોભવા-રોકાવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ થશે. નવી આધુનિક સ્ટેશન બિલ્ડીંગ અપગ્રેડેડ ટિકિટીંગ સુવિધાઓ, વિશાળ પ્રતીક્ષાલયો અને અતિઆધુનિક સેવાઓની સાથે યાત્રીઓને બહેતર અને સહજ અનુભવ આપશે. પ્લેટફોર્મ પર બની રહેલું નવું કવર શેડ યાત્રીઓને તડકો, વરસાદ અને અન્ય ઋતુકિય અસરોથી સુરક્ષા આપશે, જેનાથી પ્રતીક્ષા અનુભવ વધુ આરામદાયક થશે. વિશાળ સર્ક્યુલેટિંગ વિસ્તારના વિકાસથી સ્ટેશન સંકુલમાં વાહનોની અવરજવર વધુ સુવ્યવસ્થિત થશે, જેનાથી સ્ટેશન સુધી પહોંચવા અને બહાર નીકળવાની સુવિધામાં સુધારો થશે. અપગ્રેડેડ પ્રતીક્ષાલય બહેતર બેસવાની સુવિધા, યોગ્ય વેન્ટિલેશન અને શાંત વાતાવરણ ઉપલબ્ધ કરાવશે, જેનાથી યાત્રી અનુભવ વધુ સુખદ બનશે.

ક્ષેત્રીય આર્થિક પ્રવૃત્તિઓને મહત્વપૂર્ણ ગતિ પ્રાપ્ત થશે

આ પુનઃવિકાસ માત્ર યાત્રીઓ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક વેપાર, વ્યવસાય અને ઉદ્યોગો માટે પણ અત્યંત લાભકારક સિદ્ધ થશે. બહેતર સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લોજિસ્ટિક્સ અને માલ લોડિંગની પ્રક્રિયાઓ સુગમ થશે, જેનાથી ઔદ્યોગિક ક્ષેત્રોને તાત્કાલિક પરિવહન સુવિધા મળશે. સ્ટેશનની બહેતર પહોચ અને આધુનિક સુવિધાઓ આસપાસના બજારો, હોટલો, દુકાનો અને પરિવહન સેવાઓને આર્થિક રૂપે સશક્ત બનાવશે. સમગ્રપણે આ પરિયોજના વિરમગામ અને આસપાસના વિસ્તારોના વિકાસ, રોજગાર અને નવા અવસરોનો માર્ગ ખોલશે, જેનાથી ક્ષેત્રીય આર્થિક પ્રવૃત્તિઓને મહત્વપૂર્ણ ગતિ પ્રાપ્ત થશે.


આ પણ વાંચો : Surat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સીલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં પ્રારંભ કરાવ્યો


 

  • Follow us on: