ગુજરાતમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદ એટલે કે માવઠાની આફત તોળાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આ આગાહીને પગલે શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.


હવામાન પલટાશે

31 ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટના દિવસે પણ કચ્છ, દ્વારકા, મોરબી, પાટણ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં માવઠાનું જોખમ રહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. માવઠા બાદ રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેને કારણે જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. પ્રવાસીઓ અને ઉજવણીનું આયોજન કરનારા લોકો માટે પણ આ બદલાતું હવામાન મહત્વનું બની રહેશે.

આ પણ વાંચો : Ahmedabad News : થર્ટી ફર્સ્ટની ઉજવણી મુદ્દે મોટા સમાચાર, હજુ સુધી એક પણ આયોજકને મંજૂરી નહીં...

  • Follow us on: