ગુજરાતમા મતદાર યાદી સુધારણા ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં SIRની EF વિતરણ અને ડિજિટાઇઝેશનની 100 ટકા કામગીરી પૂર્ણ થતાં આજરોજ માલેગામ ખાતે તમામ BLO તથા સુપરવાઝરઓની રિફ્રેશમેન્ટ તાલીમ યોજાઇ હતી.
સમયમર્યામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી
મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો તેમજ નેટવર્ક વિહોણાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જિલ્લાના BLO દ્વારા સમયમર્યામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. જે SIR ની ચૂંટણીલક્ષી કામગીરીને ૧૦૦ ટકા પૂર્ણ કરતાં આજરોજ જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કાજલ આંબલિયા તેમજ નાયબ ચૂંટણી અધિકારી એમ.કે.ખાંટ દ્વારા મામલતદાર, BLO તેમજ સુપરવાઈઝરની કામગીરીને બિરદાવવા માટે આજે રિફ્રેશમેન્ટ તાલીમ યોજી સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.આ તાલીમમાં BLOને મનોરંજન સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.તેમજ આગામી સમયમાં કરવાની કામગીરી અંગે માહિતી આપી હતી.













