રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર નોટીફાઇડ એરીયા દ્વારા વિન્ટર ફેસ્ટિવલ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં પ્રવાસીઓને રંગારંગ કાર્યક્રમ માણવા મળશે.
વિન્ટર ફેસ્ટિવલની શરૂઆત
સાપુતારા ખાતે શરૂ થયેલ વિન્ટર ફેસ્ટિવલની શરૂઆત ઇન્ડિયન આઇડલથી પ્રસિદ્ધ બનેલા રોકસ્ટાર પવનદીપ અને ચેતના ભારદ્વાજ ની સંગીત સંધ્યાથી કરવામાં આવી હતી.













