રવિપાકમાં આ વખતે અમરેલી જિલ્લામાં ચણાનું મબલખ વાવેતર થયું છે પણ ખેડૂતોની કરમની કઠણાઈ છે કે ખાંભા પંથકના ભાડ, ઉમરીયા,તાતણીયા,ભાણીયા, લાસા,સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ચણાના વાવેતરમાં સુકા નામનો રોગ અને લીલી ઇયળો આવતા ચણાના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોની પરસેવાની કમાણી પર પાણી ફરી વળે તેમ લાગી રહ્યું છે.


પાકમાં સૂકા નામનો રોગ અને લીલી ઇયળો આવવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો

 ખાંભા તાલુકાના ઉમરિયા ગામના ખેડૂતો રવિ પાકના વાવતેરમાં વધુ ચણાનું વાવેતર કર્યું છે કર્મની કઠણાઈ આ વર્ષે ઉમરીયા ગામના ખેડૂતોને ચણાના પાકમાં સૂકા નામનો રોગ અને લીલી ઇયળો આવવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.ચણા પાક ઉપર આવતા સૂકો નામ નો રોગ લાગવાના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સિવાય રહી છે ને ખાંભાના ભાડ, ઉમરિયા, લાસા,ભાણીયા સહિત ગામના ખેડૂતોને ચણાના પાકમાં સૂકાના રોગથી છોડ આખા પીળા પડી સુકાવા લાગ્યા છે અને લીલી ઇયળોમાં મોંઘા ભાવની દવાનો છટકાવ કરવા છતાં ઇયળો નો ઉપદ્રવ જતો નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

પાક નિષ્ફળ જાય અને ઉત્પાદન ઓછું આવે તેવા અણસાર

અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને ખાંભા પંથકમાં ખેડૂતો મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યુ છે શરૂઆતમાં ચણા ના પાક ખૂબ સારા હતા. હાલ ચણા પાક ઉપર આવતા જ ચણામાં સૂકા નામ નો રોગ લાગ્યો છે સાથે ઇયળો નો ઉપદ્રવ આવવાના કારણે પાક નિષ્ફળ જાય અને ઉત્પાદન ઓછું આવે તેવા અણસાર જોવા મળી રહ્યા છે.

અનેક દવાઓનો છટકાવ કરવા છતાં કોઈ ફાયદો નહી

ઉમરીયા ગામના ખેડૂતો એ આ વર્ષે ચણામા કરેલી મેહનતનું ફળ પૂરતું નહીં મળે તેવું વર્તાય છે અને સુકા નામના રોગને કારણે ખેડૂતોની મહેનતનું ફળ મળે તેવી સ્થિતિ નથી ચણાના વાવેતરમાં દવા ખાતર બિયારણ સહિતનો ખર્ચ કરીને હાલ ચણા પાક ઉપર આવતા જ સુકા નામનો રોગ લાગ્યો છે અનેક દવાઓનો છટકાવ કરવા છતાં કોઈ ફાયદો ચણા ના પાક ને થતો દેખાતો નથી. આ વર્ષે ખેડૂતોને ચણામાં કરેલ ખર્ચ ઉભો થાય તેવા એંધાણ દેખાતા નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ


  • Follow us on: