અમરેલીના લીલીયાના કણકોટ ગામમાં નર સિંહ ખુલ્લા કૂવામાં પડી જતાં તેનું મોત થયું હતું. આ સિંહની ઉંમર બે થી અઢી વર્ષના આસપાસ હોવાનું અનુમાન છે.
અગાઉ માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું
આ પહેલા પણ આ પંથકમાં માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું, જે વન્યજીવન માટે ગંભીર ચિંતાનો વિષય છે. લીલીયા પંથકમાં પડેલા ખુલ્લા કુવાઓના કારણે અનેક વન્ય પ્રાણીઓ માટે જોખમ ઉભુ થયું છે.













