અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાનું જાફરાબાદ બંદર, એ તેની ‘બોમ્બે ડક’ (બુમલા) માછલીની માછીમારી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. રાજ્ય સરકારની સહાય અને મત્સ્યખેડૂતોનો પરિશ્રમથી અમરેલી જિલ્લાના માછીમારો માટે સાગરથી સમૃદ્ધિના દ્વાર ખૂલી રહ્યા છે.
૧૮૬૬ જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે
જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીની માહિતી અનુસાર, અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો/ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી ૧૮૬૬ જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે. અમરેલી જિલ્લામાં ૩૩ જળાશયો છે, જેમાં સરકારના પ્રર્વતમાન નિયમો અનુસાર ઈજારા પેટે આપવામાં આવે છે. 'ડીઝલ વેટ રાહત યોજના' અંતર્ગત ૧૩૫૪ માછીમારોને મહત્તમ રૂ. ૧૫ પ્રતિલીટરની સહાયતા આપવામાં આવી છે. તથા 'કેરોસીન વેટ' રાહત યોજના અંતર્ગત માછીમારોને રુ.૧૧૦ માછીમારોને ૯.૫૯ લાખ વેટ રાહત ચૂકવવામાં આવી છે.
યોજનાકીય સહાયોનું ચૂકવણું કરવામાં આવે છે
મત્સ્યદ્યોગ ખાતા દ્વારા માછીમારોને વિવિધ પ્રકારની યોજનાકીય સહાયોનું ચૂકવણું કરવામાં આવે છે. જેમ કે, પગડીયા સહાય, જી.પી.એસ સહાય, નવા એન્જીન ખરીદવા, નવા આઈસ પ્લાન્ટ, માછલી સપ્લાય કરવા રેફ્રરીજરેટેડ વાન, ઓબીએમ/આઈબીએમ, પોલી પ્રોપોલીન રોપ, જમ્બો પ્લાસ્ટીક ક્રેટ, લાઈફ સેવિંગ જેકેટ અને ડીપ ફ્રીઝર જેવી વિવિધ યોજનાઓમાં કુલ ૮૦ માછીમારી બોટોને રૂ. ૭૭.૧૭ લાખની સહાય વર્ષ ૨૦૨૪-૨૫માં ચૂકવવામાં આવી છે.













