ગુજરાતમાં ગીરનું જંગલ સિંહો માટેનું રહેઠાણ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હવે આ જંગલમાંથી સિંહોએ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પોતાનો વિસ્તાર બનાવ્યો છે. અમરેલી જિલ્લામાં પણ સિંહોનો વસવાટ વધી રહ્યો છે. જેથી રહેણાંક વિસ્તારો અને હાઈવે પર સિંહો અવારનવાર લટાર મારતા નજરે પડે છે. અમરેલીમાં એક સાથે 11 સિંહો રોડ ક્રોસ કરતાં હોય તેવો એક વીડિયો રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો હાલ જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા












