અમરેલી શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા 15 જેટલી નવી ડોર ટુ ડોર ગાડીઓ ફાળવવામાં આવી છે.


આવતીકાલથી આ 15 ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીઓ શહેરના 11 વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે

અમરેલી શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા 15 નવી કચરા સંગ્રહ ગાડીઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આવતીકાલથી આ 15 ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીઓ શહેરના 11 વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે, જેના કારણે શહેરીજનોને નોંધપાત્ર રાહત મળશે.

પાંચ પ્રકારના કચરાનો અલગ-અલગ સંગ્રહ કરવામાં આવશે

નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થાથી હવે નાગરિકોને કચરા નિવારણ બાબતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આ ગાડીઓમાં ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો, ઈ-વેસ્ટ કચરો તેમજ સેનેટરી નેપકીન સહિત કુલ પાંચ પ્રકારના કચરાનો અલગ-અલગ સંગ્રહ કરવામાં આવશે.

 નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો

સ્વચ્છતા સંબંધિત કોઈ પણ ફરિયાદ કે સૂચન માટે નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમરેલીના નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. નગરપાલિકાની આ પહેલથી શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો

  • Follow us on: