એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વનવિભાગની માનવીય અને ત્વરિત કામગીરી જોવા મળી છે. લીલીયા તાલુકાના મોટા ગોખરવાળા ગામની સીમમાં આવેલી પાણીની એક ખાલી કેનાલમાં બે સિંહબાળ અકસ્માતે ખાબક્યા હતા. જોકે, વનતંત્રની સમયસૂચકતાને કારણે બંને માસૂમ સિંહબાળનો આબાદ બચાવ થયો છે.


કેનાલમાં ફસાયા સિંહબાળ

ઘટનાની વિગત મુજબ, લીલીયાના મોટા ગોખરવાળા વિસ્તારમાં પસાર થતી સિંચાઈની કેનાલ હાલ ખાલી છે. રાત્રિના સમયે વિચરણ દરમિયાન બે સિંહબાળ અચાનક આ કેનાલમાં પડી ગયા હતા. કેનાલની ઊંડાઈને કારણે સિંહબાળ બહાર નીકળવા અસમર્થ હતા. સવારે સ્થાનિકોએ સિંહબાળના અવાજ સાંભળતા વનવિભાગને તાત્કાલિક જાણ કરી હતી.

સફળ રેસ્ક્યુ અને મિલન

વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચોક્કસ પદ્ધતિથી બંને સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ વનકર્મીઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા નજીકમાં જ સિંહણની હાજરી જોવા મળી હતી. વનવિભાગે કોઈ પણ જાતની ઈજા વગર બંને સિંહબાળને તેમની માતા (સિંહણ) સાથે પુનઃ મિલન કરાવી દીધું હતું. પોતાના બચ્ચાઓને હેમખેમ પાછા મેળવતા સિંહણ તેમને લઈને જંગલ વિસ્તારમાં રવાના થઈ હતી. વનવિભાગની આ કામગીરીને સ્થાનિકો અને વન્યપ્રેમીઓએ બિરદાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: