અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામ નજીક નવા નિર્માણ પામી રહેલા બ્રિજ પર ભયાનક મોટરસાયકલ અકસ્માત સર્જાયો છે. વિગતો અનુસાર, આધેડ બાઇકચાલક નીતિનભાઈ પરમાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેરિકેડ ન હોવાથી અકસ્માત સર્જાયો હતો
સળિયો બાઇકચાલકના માથામાં આરપાર ઘૂસ્યો
બ્રિજમાં મૂકાયેલ લોખંડનો સળિયો બાઇકચાલકના માથામાં આરપાર ઘૂસ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
ગ્રાઇન્ડરની મદદથી સળિયો કાપીને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો
સ્થાનિકોએ તાત્કાલિક ગ્રાઇન્ડરની મદદથી સળિયો કાપીને ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. હાલ તેમની ગંભીર સારવાર ચાલી રહી છે.
નવનિર્મીત પુલ પરથી એક દંપતી નીચે પડી ગયુ હતુ
આ ઘટનાની પાછળની કારણસૂચક બાબત એ છે કે, બ્રિજ પર બેરિકેડ ન હોવાથી અકસ્માત સર્જાયો હતો. બે દિવસ પહેલા પણ આ વિસ્તારમાં જ નવનિર્મીત પુલ પરથી એક દંપતી નીચે પડી ગયુ હતુ અને યુવકનું મોત થયું હતું.
બંને જગ્યાએ બેરિકેટ નહીં હોવાના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો
સ્થાનિકો અને લોકોને તંત્રની બેદરકારી પર શંકા વ્યક્ત કરી છે અને સવાલ ઉઠાવી રહ્યા છે સવાલ કે હાલની સ્થિતિમાં આ તંત્ર કેટલા જીવ બચાવી શકશે? આજે ફરી એ જ ઘટનાથી તંત્ર અને એજન્સી ઉપર સવાલો ઉઠ્યા છે. બંને જગ્યાએ બેરિકેટ નહીં હોવાના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો---- Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા