અમરેલીના ધારીના ભાડેર ગામમાં વશરામ ભાઈ સેંજલિયાની વાડીમાં ખાળમાં દાટેલો માનવ કંકાલ મળ્યો છે. માનવ કંકાલ જોવા મળતા સ્થાનિકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.
ફોરેન્સિક તપાસ માટે ભાવનગર લેબમાં ખસેડાયું
ધારી પોલીસે જાણ થતાં જ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. તંત્રની તમામ ટીમોએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને કંકાલને બહાર કાઢી, ત્યારબાદ ફોરેન્સિક તપાસ માટે ભાવનગર લેબમાં ખસેડાયું છે.













