અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં પથ્થરમારો થતાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. પોલીસને આ મામલાની જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.
યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો
મળેલી માહિતી પ્રમાણે મોભીયાણા ગામમાં યુવક અને યુવતીના પ્રેમ લગ્ન પછી યુવકના વરઘોડા દરમિયાન યુવતીના પરિવારજનો દ્વારા પથરમારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.













