ખાંભા તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેમની મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે. વરસાદથી પલળી ગયેલી મગફળીને ખેડૂતો ખુલ્લા બજારમાં નીચા ભાવે વેચવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમને મોટું આર્થિક સંકટ સહન કરવું પડી રહ્યું છે. ખાંભા માર્કેટિંગ યાર્ડ (APMC) ખાતે હાલમાં દરરોજ 1500 થી 2000 મણ મગફળીની આવક થઈ રહી છે. જોકે, ખુલ્લા બજારમાં મગફળીના ભાવ પ્રતિ મણ માત્ર રૂપિયા 900 થી રૂપિયા 1100 બોલાઈ રહ્યા છે, જે ખેડૂતો માટે અત્યંત નિરાશાજનક છે.


કમોસમી વરસાદનો કહેર

ખેડૂતોની ગણતરી મુજબ, મગફળી વીણવાની મજૂરી જ પ્રતિ મણ આશરે રૂપિયા 500 જેટલી થાય છે. બિયારણ, ખાતર અને અન્ય મહેનતનો ખર્ચ અલગ. આ હિસાબે, ખેડૂતોને હાલમાં પ્રતિ મણ આશરે રૂપિયા 300 જેટલી ચોખ્ખી ખોટ જઈ રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, સરકારી ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવા છતાં, કમોસમી વરસાદમાં પલળી ગયેલી મગફળીની ગુણવત્તાના માપદંડોને કારણે તે સ્વીકારવામાં આવતી નથી. આથી, આર્થિક જરૂરિયાતને લીધે ખેડૂતો પાસે ખાનગી વેપારીઓને નીચા ભાવે પોતાનો પાક વેચવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

આ પણ વાંચો : Vadodara News : વિધિના બહાને રૂપિયા 6 લાખના દાગીના-રોકડ પડાવ્યા, AC-ફ્રિજ પણ ક્રેડિટ કાર્ડથી ખરીદી લીધા 

  • Follow us on: