અમરેલી જિલ્લાના ખાંભાના ગીદરડી ગામે અચાનક એક સિંહણે ખેડૂત પર હુમલો કર્યો, જેના પરિણામે ખેડૂતને ગંભીર ઇજા થઇ છે. ઘટના બાદ તરત જ ખેડૂતને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અચાનક જ સિંહણે ખેડૂત પર હુમલો કર્યો
ખાંભાના ગીદરડી ગામના ખેડૂત મુકેશ લખુભાઇ સોલંકી વાડીમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક જ સિંહણે તેમની પર હુમલો કર્યો હતો જેથી તેમને કમર અને પીઠના ભાગે ઇજા થઇ હતી













